Ticker

6/recent/ticker-posts

ડાંગરવા ના જતનબાઈ | Dangarva Jatanbai



ડાંગરવા ના જતનબાઈ 

તેમના મોટા દીકરા ધોરી એ દેહ મુક્યો..
જતનબાઈ ને ખૂબ દુઃખ થયું પણ સંસાર ના ને દેહ ના સંબંધી આગળ રોયા નઈ...
મહારાજ ડાંગરવા આયા...
જતનબાઈ એ એમના દિલ ની વ્યથા મહારાજ આગળ ઠાલવી ... 
કેહવા લાગ્યા... મહારાજ ધોરી ખૂબ ડાહ્યો, ભગત ને કયાગરો દીકરો હતો .. મને આજે એના ગુણ બૌ યાદ આવે છે...એમ કરી જતનબાઇ ખૂબ રડયા..ને બોલ્યા હવે ક્યારે હું એનું હસતું મુખ જોઇસ... 
મહારાજ ને થયું આ રુદન હવે ખાલી ઉપદેશ થી ઠંડુ નહીં પડે...
મહારાજ પલંગ એ થી ઉભા થયા...
ખેસ માથે ઓઢયો... જાણે લાજ કાઢી હોય... ને જતનબાઈ ની જોડે બેસી ગયા ને જોરરર થઈ કોપ મૂકી...
એમનાથી પણ વધારે અવાજ કાઢી રડે...
જતનબાઈ ને થયું આ સુ ???? 
કોક ભાળસે તો સુ કહેશે ?? જતનબાઈ એ હાથ ફેરવ્યો મહારાજ પર તો મહારાજે એમના ખભે માથું દઈ દીધુ ખૂબ રુદન કર્યું આંસુ પાડીને... 
અરે મારા પણ કેટલાયય્યયય સંતો વયા ગયા.... રામદાસ જતા રહ્યા.. ઓલા જતા રહ્યા..પેલા જતા રહ્યા....
આરેરેરેરેરેરેરે.... હવે મારે કોને કેહવા જાઉ.... 
આમ એક બાજુ જતનબાઈ ને બીજી બાજુ જગદીશ રડે...ને આહુડા પાડે..
એક એમના દીકરા નું રડે ને બીજા એમના સંતો નું... 
પછી મહારાજ બોલ્યા ... 
""" અરેરે મારા મોટેરા સાધુ 
એને મારા વગર નથી કાઈ ખાધું 
નથી પાણી પીધું કોઈ દન 
કહી વહાલે કર્યું છે રુદન ..
કહો કેમ મૂકી ગયા દેહ 
અરેરે વીસરે નહીં સ્નેહ ""

આમ તો જતનબાઈ નો આખો ખભો ભીનો થયો ...
હવે તો કેમેય કરી ને છના ના રહે...
રાગ માં નામ સાંભરે ને રાગ માં ગુણ સાંભરે સંતો ના... 
ખેસ હટાવ્યો પણ મહારાજે કસી ને પકડી રાખેલો ...
પછી બાઈ બોલ્યા ...
હે મારા નાથ, હવે આ શોક મૂકી દો.. આ ગામના જોવા આવશે તો મારે સુ કેહવું... તમે તો સમજુ છો... 
એમ કરી જતનબા તો જગત નું નાશવંતપણું બોલવા લાગ્યા.. 😄
મૃત્યુલોક માં તો બધા મરે... જે જન્મે એ મરે... એમાં કેટલાક નો શોક કરવો મહારાજ.. તમે છાના રોહ.. આ કાયા તો કાચો ઘડો છે.. આ તો કાચી માટી નો ઘડો ગમે ત્યારે ફૂટી જવાનો છે... 

આ બધું સાંભળી મહારાજ રડવા નું મૂક્યું પણ માથે થી ખેસ લેતા નથી...
એટલે છેલ્લે બાઈ એ કાન માં કીધું કે રાત દિવસ રોસો તો પણ તમારા સાધુ પાછા નથી આવના....
મહારાજે ખેસ છોડ્યો ને બાઈ એ મહારાજ નું મુખ લુસ્યું .. મહારાજે પાણી આપવાનું કહ્યું ને જતનબાઈ લઈ આવ્યા... પણ એમને વળી કઈક સુજ્યું તો કહે કે મહારાજ મારા ધોરીયા ને તો તમે લઇ ગયા એટલે હું તમારી આગળ રડું છું... તમારા સંતો ને થોડી હું લઈ ગઈ છું.... 😃

આમ મહારાજ અને બાઈ બંને ખળખડાટ હસ્યા... 😄😄🙏🏻🙏🏻

Post a Comment

0 Comments

Pages