Ticker

6/recent/ticker-posts

સદગુરુશ્રી અક્ષરાનંદસ્વામીની વાતો **************************** ગામ આટકોટનો ભરવાડ હતો તે ગઢપુર આવ્યો હતો. અને ગોપીનાથજી મહારાજનાં દર્શન કરીને બહુ રાજી થયો અને મંદિરનો દરવાજો જોઈને સૌને કહેવા લાગ્યો જે, “આવો દરવાજો મેં ક્યાંય જોયો નથી !” પછી તેણે દેહ મેલ્યો ત્યારે મહારાજ તેને તેડવા પધાર્યા, ત્યારે તે ભગત બોલ્યો કે, “મહારાજ ! તમે કેવા ?” મહારાજ કહે, “તું કહેતો હતો કે, સ્વામિનારાયણના મંદિરનો દરવાજો બહુ સારો છે. તે સારુ અમે તને તેડવા આવ્યા છીએ.” પછી તેને વિમાનમાં બેસારીને ધામમાં તેડી ગયા. ||૨૨૫|| જય શ્રી સ્વામિનારાયણ

Post a Comment

0 Comments

Pages