ગઢડામાં શ્રીમહારાજ માંદા હતા. તે સમય કોળીનાં છોકરે રાજગરા ચિભડા મહારાજને આપ્યા, તે ચિભડા શ્રીજીમહારાજે બહુ વખાણયા ને લાધા ઠક્કરને કહે , આ છોકરાને પચાસ રૂપિયા મુલ્ય આપો. ત્યારે લાધો ઠક્કર કહે, ત્રણ પૈસાનો માલ છે માટે એટલા બધા નહીં અપાય.પછી શ્રીજીમહારાજ કહે, સો રૂપિયા આપો. ત્યારે લાધા ઠક્કર કહે, એટલા બધા અપાય નહીં.
પછી શ્રીજીમહારાજ કહે બસો આપો,તો પણ લાધા ઠક્કરે આપ્યા નહીં. ત્યારે શ્રીજીમહારાજ કહે વાર ન કરો ત્રણસેં લાવો. આવી રીતે પાંચસો સુધી વધતા ગયા. ત્યારપછી કહ્યું કે, માણકી ઘોડીનો સોનાનો સામાન લાવો, ને એ છોકરાને આલો. તે વખતે જીવુંબા બોલ્યા જે , શ્રીજીમહારાજ કહે તે પ્રમાણે આપો. અને મહારાજનું
વચન પાળવું તે જ આપણો ધર્મ છે. એમ લાધા ઠક્કરને હા પાડી ને કોળીના છોકરાને પોતાની દુકાને લઇ જઇને આવ્યા. પછી મહારાજે કહ્યું કે, તમે તમારી વણીયાગત કરીને તે છોકરાને જુવાર આપીને કાઢ્યો. પણ હું તેને અક્ષરધામ આપીશ. પછી તે છોકરાને અંતકાળ થયો ત્યારે શ્રીજીમહારાજ ચિભાડાની એંધાણી આપીને પોતાના અક્ષરધામમાં તે છોકરાને લઇ ગયા
શ્રી સહજાનંદસ્વામી ચરિત્ર - ૭૨


0 Comments