Ticker

6/recent/ticker-posts

Ghanshyam Charitra | છપૈયામાં ભાભી સુવાસિનીબાઇની વાળી ચોરી લઇ સખાઓને ભોજન કરાવતા બાળપ્રભુ ઘનશ્યામજી


છપૈયામાં ભાભી સુવાસિનીબાઇની વાળી ચોરી લઇ સખાઓને ભોજન કરાવતા બાળપ્રભુ ઘનશ્યામજી


            એક સમયને વિષે પુરુષોત્તમ માસમાં ધર્મભક્તિ, વશરામ તરવાડી, લક્ષ્મીબાઇ આદિક સર્વે પુરવાસીજન નારાયણ સરોવરમાં સ્નાન કરવાનો નિયમ એક માસ પર્યંત રાખતાં હતાં. તેમાં એક દિવસે ઘનશ્યામ મહારાજ તો પ્રથમ ઉતાવળા સ્નાન કરીને પોતાને ઘેર આવતા રહ્યાં અને આવીને સુવાસિનીબાઇને કહ્યુંજે, અમને જમવાનું આપો. ત્યારે બોલ્યાં જે, ઘનશ્યામભાઇ, દાળભાત થયાં છે પણ રોટલી થઇનથી. ઘડીક ખમો તો કરી આપું. ત્યારે બોલ્યાં જે, અમારાથી ઘડી એક ખમાય તેમ નથી. આજે ભૂખ વિશેષ લાગી છે. એમ કહીને પોતાના પગ લાંબા કરીને પૃથ્વી ઉપર ઘસતા સતા વળી બોલ્યા જે, આ તમારી પહેરવાની નાકની વાળી હું લઇ જાઉં. એમ કહીને પાટલા ઉપર મૂકેલી હતી તે લઇને દડદડ દોડીને બહાર આંગણામાં આવતા રહ્યાં. ત્યારે સુવાસિનીબાઇ તેમના પછવાડે ઉતાવળાં થકાં આવીને બોલ્યાં જે હે ભાઇ ! મારી વાળી લાવો. ત્યારે ઘનશ્યામ દૂર કૂવાના કાંઠા ઉપર ઉભા રહીને બોલ્યાં જે, આ તમારી વાળી જુઓ. એને તો હું કંદોઈની દુકાને આપીને મીઠાઇ લઇ ખાઇશ; અમારે તમારી રોટલી ખાવી નથી. એમ કહીને પોતે હલવાઇના ઘરે જઇને તેની મીઠાઇ લઇને પોતાના ભાઇ ઈચ્છારામ તથા વેણી, માધવ અને પ્રાગ તેમણે વીંટાણા થકા મીનસાગરના કાંઠા ઉપર મહુડાના વૃક્ષ નીચે ચંદ્રાકારે મંડળી બેસીને જમતા હતા. પછી ઘરે આવ્યા ત્યારે ધર્મ-ભક્તિ તે પણ નારાયણ સરોવરમાં સ્નાન કરીને ઘરે આવ્યાં. એટલે રસોઈ તૈયાર થયેલી જાણીને ધર્મદેવ પોતાના ત્રણે પુત્રને સાથે બોલાવીને જમવા બેઠા. તે સર્વે જમી રહ્યા પછી પાન બીડી એક એક આપીને આંબલી નીચે ચોતરા ઉપર જઇને બેઠા. એટલે સુવાસિનીબાઇ તથા ભક્તિમાતા એ બન્ને જમવા બેઠાં ત્યારે સુવાસિનીબાઇની પાસે ભક્તિમાતાએ વાળી જોઇ નહિ તેથી બોલ્યાં જે, હે સુવાસિનીબાઇ ! તમારી વાળી ક્યાં ગઇ? ત્યારે કહ્યું જે, આપણા ઘનશ્યામભાઇને પૂછો. ત્યારે ઘનશ્યામ મહારાજને બોલાવીને પૂછ્યું જે, હે ઘનશ્યામ ! તમારી ભોજાઇની વાળી તમોએ લીધી છે? ત્યારે કહ્યું હા, મેં લીધી છે. મને જમવા રોટલી આપી નહિ તેથી મેં હલવાઇ શુકલની દુકાને જઇ વાળી આપીને મીઠાઇ ખાધી. તેવું સાંભળીને બોલ્યાં જે, હે ઘનશ્યામ ! તમોને જયારે ભૂખ લાગે ત્યારે પ્રથમથી અમોને કહેવું. 


*માતા કહે લાગે ભૂખ તમને, પહેલેથી કહેજો આવી અમને |*

*જ્મ્યાનું કરી આપીશું હાલ, વસ્તુ લેવી નહિ કોઇ કાળ ||*

*આમ કરવાથી ઈજ્જત જાય, કરે લોક તમારી નિંદાય |*


            એટલે તુરત હું જમવાનું કરી આપીશ. પરંતુ કોઇ દિવસ આવું ચોરનું કામ ન કરવું, આથી તો લોકમાં આપની આબરુ જાય. એવી રીતે શિખામણ આપે છે એટલામાં તો ઈચ્છારામભાઇ નાના હતાં તેમણે પીવાનું પાણી માંગ્યું. ત્યારે ભક્તિમાતા જળનો કટોરો ભરીને આંબલી નીચે ચોતરા ઉપર ઈચ્છારામભાઇ પોતાના દાદાની પાસે બેઠા હતા. ત્યાં જળ પાવા ગયાં. ત્યાંતો વળી ઘનશ્યામ મહારાજ બેઠેલા છે અને ઘરની ઓસરીમાં ઉભેલા છે, તેવું ચરિત્ર જોઇને ભક્તિમાતા મહાઆશ્ચર્ય પામી ગયાં. ત્યારબાદ ધર્મદેવ કંદોઈની દુકાને જઇને અમો તો વાળી લઇ આવીને રામપ્રતાપભાઇને આપી. ત્યારે ભક્તિમાતાએ ઘનશ્યામ મહારાજને પૂછ્યું જે, હે ભાઇ ! તમો ! એક થકા ઘણા રૂપે દેખાઓ છો તે શું હશે? ત્યારે બોલ્યા જે, અમો તે અક્ષરાધિપતિ પૂર્ણપુરુષોત્તમ છીએ. માટે તમારો સ્નેહ જોઇને બંધાયા સતા તમો જેમ કહો છો તેમ કરીએ છીએ. અને આતો અમે મનુષ્યલીલા કરીએ છીએ તે અનંત જીવોના કલ્યાણ માટે છે. એવું સાંભળીને ધર્મભક્તિ, રામપ્રતાપભાઇ તથા સુવાસિનીબાઇ આદિક સર્વે બહુ રાજી થતાં હતાં.

Post a Comment

0 Comments

Pages