
*🐘"તરગામમાં બળદેવપ્રસાદજીના હાથી થકી મહાવતની રક્ષા કરતા ઘનશ્યામ મહારાજ"🐘*
*તર ગામની કહું વારતા, સુણો થઇ સાવધાન |**બળદેવજીને ઘેર છે, એક હાથી બળવાન ||**ખોરાક આપે છે ખાંતથી, નિત્ય નિત્ય બળદેવ |**માવત ચોરી રાખે તેમાં, કુડી પડી છે એક ટેવ ||*
એક દિવસે રામપ્રતાપભાઇના સસરા બળદેવપ્રસાદજીને ઘેર એક હાથી હતો. તે હાથી મહા ઉન્નમત ને પોતાના ગર્વ આગળ કોઈને ગણતો ન હતો. તેને પોતાના ખોરાક માટે બળદેવપ્રસાદજીએ અપાવેલો ઘઉંનો લોટ તેમાંથી મહાવત હંમેશા કાઢી લેતો હતો. તે નજરમાં રાખીને તેને મારવાનો વિચાર કરતો હતો. ત્યારપછી એક દિવસે તે મહાવત હાથીને નવરાવવા સારું મહાદેવીયા તળાવમાં લઇ ગયો ને તળાવના પાણીમાં હાથીને સુવાડીને પથ્થરથી ઘસીને નવરાવવા લાગ્યો, એમ કરતાં કેટલીક વાર થઇ ત્યારે, રીસનો ભરેલો તે હાથી મહાવતને પોતાની સુંઢમાં પકડીને પાણીમાં પછાડવા લાગ્યો. ત્યારે બીજાં હજારો માણસો તે વાત જાણીને એકદમ ઘેર આવીને બળદેવપ્રસાદજીને કહેતાં હતાં. ત્યારે તેમના ભાઇ રૂપધર, ભેલઇરામ, જનકરામ તથા લક્ષ્મીપ્રસાદ વિગેરે ઘનશ્યામ મહારાજને સાથે લઈને ઉતાવળા તે તળાવ ઉપર ગયા. ત્યાં તો ઘનશ્યામ મહારાજ બીજા સ્વરૂપે મહાવતને હાથી થકી છોડાવીને પોતે તે હાથી ઉપર બેઠા અને તે મહાવત સહિત સામા આવતા જોઇને, પોતાના પાસે હતા જે ઘનશ્યામ મહારાજ તે તત્કાળ હાથી ઉપર જઇને એક સ્વરૂપે થઇને બેઠા, એવું ઐશ્વર્ય જોઇને સર્વે બોલવા લાગ્યા જે, અહો ! આ તો સાક્ષાત્ રામચંદ્રજી છે. એમ કહીને પગે લાગતા હતા. ત્યારબાદ મહાવત હાથીને લઈને ઘેર આવ્યો ને ઘનશ્યામ મહારાજને આંગણામાં ઉતારી મૂકીને, તે ચરિત્રની વાર્તા વિસ્તારે સહિત સર્વને કહેતો હતો.

0 Comments